જામનગરની આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન દ્વારા યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ITRAના ડાયરેક્ટર વૈદ્ય તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સામૂહિક યોગાભ્યાસમાં 750થી વધુ યોગ ઉત્સુકો જોડાયા હતા. જેમાં ITRAના કર્મચારી અધિકારી તેમજ WHOના મનજીત સલુજા સહિતના લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. ઈત્રના ડાયરેક્ટર તનુજા નેસરી વધુ માહિતી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જનજાગૃતિની સાથે યોગમાં પણ લોકો રસ લે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
Site Admin | માર્ચ 23, 2025 7:19 પી એમ(PM)
જામનગરની આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન દ્વારા યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
