જામનગરના જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે દર્દીઓની સારવાર વધુ ઝડપી બનાવવા એક્સ-રૅ મશીન, માઇક્રૉસ્કૉપ્સ સહિતના અદ્યતન યંત્રો અને કર્મચારીઓને મૉબાઈલ ટૅબલેટ અપાયા છે. જિલ્લા વિકાસ અધિકારી અને ખાનગી કંપનીના અધિકારીએ આ યંત્રોનું અનાવરણ કર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું કે, નિક્ષય પોષણ યોજના અંતર્ગત “ટીબી હારેગા, દેશ જીતેગા” અભિયાન હેઠળ વર્ષ 2025 સુધી ક્ષય નાબૂદીના લક્ષ્યાંકને પાર પાડવા અને ક્ષયના દર્દીઓને પોષણયુક્ત આહાર મળે તે હેતુથી દર મહિને 500 રૂપિયાની સહાય તેમના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
Site Admin | ડિસેમ્બર 20, 2024 3:22 પી એમ(PM)
જામનગરના જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે દર્દીઓની સારવાર વધુ ઝડપી બનાવવા એક્સ-રૅ મશીન, માઇક્રૉસ્કૉપ્સ સહિતના અદ્યતન યંત્રો અને કર્મચારીઓને મૉબાઈલ ટૅબલેટ અપાયા
