જામકંડોરણામાં ‘પ્રેમનું પાનેતર’ નામે નવમો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહલગ્નોત્સવમાં લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. વિઠ્ઠલ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં તેમના પુત્ર જયેશ રાદડિયા દ્વારા સમુહલગ્નોત્સવનું આયોજન કરાયું હતું..
આ સમાજીક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ મનસુખ માંડવીયા,પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન કૃષી મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત પટેલ સમાજના ધારાસભ્ય તેમજ પટેલ સમાજના અનેક અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમુહ લગ્નોત્સવ 300થી વધુ વીઘા ખુલ્લી જમીન પર 511 લગ્ન મંડપ, પાર્કિંગ તેમજ જમણવાર યોજાયો હતો. આ ઉપરાંત વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી આ અંગે રાજ્યના પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ આ માહિતી આપી હતી.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:21 એ એમ (AM)
જામકંડોરણામાં ‘પ્રેમનું પાનેતર’ નામે નવમો સમુહલગ્નોત્સવ યોજાયો હતો
