જાપાનમાં, લિબરલ ડેમોક્રેટિક પાર્ટી- LDP ના નેતા શિગેરુ ઇશિબા જાપાનીઝડાયેટના બંને ગૃહોમાં સૌથી વધુ મતો મેળવીને પ્રધાનમંત્રી પદ પર પુનઃ ચૂંટાયા હતા. ડાયેટતરીકે ઓળખાતી જાપાનની સંસદે પ્રધાનમંત્રી ચૂંટવા અસાધારણ સત્ર બોલાવ્યું હતું. ગયામહિને યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં LDPઅને કોમિટોની સંયુક્ત સરકારે બહુમતી ગુમાવ્યા બાદ ઇશિબા અનેવિપક્ષી બંધારણીય લોકશાહી પક્ષના નેતા યોશીહિકો નોડા વચ્ચે સ્પર્ધા હતી.પ્રતિનિધી સભામાં થયેલા મતદાનમાં 67 વર્ષીય ઇશિબાને બહુમતીમાટે જરૂરી 233માંથી 221 મતો મળવા છતાં વિજેતા જાહેર થયા હતા. આજે સાંજે ઇમ્પિરિયલ પેલેસ ખાતે આયોજિતસમારોહમાં ઇશિબા ઔપચારિક રીતે પદગ્રહણ કરશે.
Site Admin | નવેમ્બર 11, 2024 7:58 પી એમ(PM)