જાપાનમાં હીટવેવને કારણે સ્થિતિ વણસી રહી છે. આજે દેશના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. કુમામોટો અને નાગોયા જેવા શહેરોમાં ભીષણ ગરમીને કારણે 36.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે કે દક્ષિણ પશ્ચિમના કેટલાક શહેરોમાં 36.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જાપાન સરકારે ગરમીને જોતા નાગરિકોને જરૂરી કારણો વિના ઘર બહાર નહીં નીકળવાની, તેમજ ભરપૂર માત્રામાં પાણી પીવાની સલાહ આપી છે.
Site Admin | ઓગસ્ટ 18, 2024 8:02 પી એમ(PM)