જાપાનમાં પ્રથમ છ માસિક ગાળામાં ખાનગી ક્ષેત્રે નાદારી વધીને 22 ટકાએ પહોંચી છે. આ પાછળ ભાવ વધારો, મજૂરોની અછત, નબળી આર્થિક સહાય સહિતના કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક ખાનગી કંપની દ્વારા કરાયેલા સર્વે પ્રમાણે જાપાનમાં જાન્યુઆરીથી શરૂ કરીને જૂન સુધીમાં કુલ 4 હજાર, 887 ખાનગી કંપનીઓએ નાદારી નોંધાવી છે. આ આંકડો વર્ષ 2014 બાદ સૌથી વધારે છે. માધ્યમોના અહેવાલ અનુસાર લઘુ અને મધ્યમ કંપનીઓને તેની સૌથી વધુ અસર થઈ છે.
Site Admin | જુલાઇ 21, 2024 7:58 પી એમ(PM)
જાપાનમાં પ્રથમ છ માસિક ગાળામાં ખાનગી ક્ષેત્રે નાદારી વધીને 22 ટકાએ પહોંચી
