જાપાનના વિદેશ મંત્રીકામિકાવા યોકો સોમવારે સાંજે ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ મંગળવારે સાંજે નવીદિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે યોજાનાર ત્રીજી ભારત-જાપાન ટુ પ્લસ ટુ વિદેશ અને સંરક્ષણમંત્રાલયની બેઠકમાં ભાગ લેશે. સુશ્રી કામિકાવા અને જાપાનના સંરક્ષણ મંત્રી મિનોરુ કિહારાવિદેશ મંત્રી જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મંત્રણા કરશે.જાપાનના વિદેશ મંત્રી બન્યાબાદ સુશ્રી કામિકાવાની ભારતની આ પ્રથમ મુલાકાત છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીસાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે.
Site Admin | ઓગસ્ટ 19, 2024 7:59 પી એમ(PM)