જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે અવસાન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણ પુરસ્કાર જાહેર કરાયો હતો. તેમનો જન્મ 17 મે 1930ના રોજ થયો હતો. તેમણે ઈ.સ. 1967માં અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે. કથક ક્ષેત્રે નવતર પ્રયોગોનો શ્રેય તેમના ફાળે જાય છે.
Site Admin | એપ્રિલ 12, 2025 2:34 પી એમ(PM)
જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે અવસાન થયું
