જાણીતા લેખક બાબા ભાંડ અને ઇશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાશે.મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ વર્ષ 2023-24 નો કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર જાણીતા લેખક બાબા ભાંડ અને ઇશ્વરલાલ પરમારને આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર રાજ્યનાં સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવારે બંને લેખકોને અભિનંદન પાઠવ્યા છે.અકાદમી દર વર્ષે એક મરાઠી તેમજ એક ગુજરાતી લેખકને આ પુરસ્કાર અર્પણ કરે છે. બાબા ભાંડ મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અને સાંસ્કૃતિક બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યાં છે. અગાઉ, મધુમંગેશ કર્ણિક, મંગેશ પડગાંવકર, શંકર વૈદ્ય જેવા જાણીતા લેખકો પુરસ્કૃત થયા છે.
Site Admin | ઓગસ્ટ 13, 2024 7:42 પી એમ(PM) | ઇશ્વરલાલ પરમાર