જહાજ નિર્માણના ક્ષેત્રે વર્ષ 2030 સુધીમાં ભારતને ટોચના 10 દેશોમાં અને વર્ષ 2047 સુધીમાં ટોચના 5 દેશોમાં સામેલ કરવા સરકાર કટિબદ્ધ છે. આ માટે સરકાર ટૂંક સમયમાં નવી જહાજ નિર્માણ અને જહાજ સમારકામ નીતિ જાહેર કરશે.
શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ટીકે રામચંદ્રને એક કાર્યશાળામાં સરકારની આગામી યોજના અંગે વાતચિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો ભારતીય શિપિંગ બજારની જરૂરિયાતોને ભારતીય શિપયાર્ડ્સ દ્વારા પૂર્ણ કરવામાં આવે તો વર્ષ 2047 સુધીમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય થાય તેવી સંભાવના છે. વિવિધ સરકારી મંત્રાલયો, વિભાગો, શિપિંગ ઓપરેટરો અને જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી શિપયાર્ડ સહિત 50 સંસ્થાઓના 100થી વધુ સહભાગીઓએ આ કાર્યશાળામાં ભાગ લીધો હતો.
Site Admin | જુલાઇ 5, 2024 10:05 એ એમ (AM) | newsupdate | topnews