જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાના કોટડા ગામ ખાતે બે કરોડ 75 લાખ 98 હજારના ખર્ચે તૈયાર થનાર વિશ્રામ ગૃહનું ભૂમિ પૂજન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, આ વિશ્રામ ગૃહ ધંધુકાથી ગોંડલ સુધીના રાજ્ય ધોરીમાર્ગ પર બનાવવામાં આવશે. આશરે ૮૫૪ ચોરસ મીટરમાં બનનાર વિશ્રામ ગૃહમાં વી.આઈ.પી. સ્યુટ રૂમ, કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
વધુમાં શ્રી બાવળીયાએ જસદણ અને વિંછીયા તાલુકામાં સિંચાઈ, ખેડૂતો માટે વિવિધ યોજનાઓ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, તળાવ઼ો ઊંડા કરવાની કામગીરી, ડેમના કામો, રસ્તાઓના કામો, મગફળી ખરીદી સેન્ટર, સૌની યોજનાની કામગીરી તેમજ નજીકના ભવિષ્યમાં થનાર વિવિધ વિકાસના કામો અંગે વિગતવાર માહિતી આપી હતી.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 3:21 પી એમ(PM)
જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાના કોટડા ગામ ખાતે બે કરોડ 75 લાખ 98 હજારના ખર્ચે તૈયાર થનાર વિશ્રામ ગૃહનું ભૂમિ પૂજન કર્યું
