રાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ ગુજરાતને ત્રીજું અને સુરત મહાનગરપાલિકાને શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે.
જલશક્તિ મંત્રાલય દ્વારા પાંચમા જળ પુરસ્કાર અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગઈ કાલે નવી દિલ્હી ખાતે આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ એવાર્ડ માટે કેન્દ્રીય જળ આયોગ અને ભૂજળ બોર્ડ દ્વારા સૂચિત મૂલ્યાંકન અને ચકાસણી બાદ ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ઓડિશા પ્રથમ, ઉત્તરપ્રદેશ બીજું તેમજ ગુજરાત અને પુડ્ડુચેરીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.
કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગના સચિવ પી. સી. વ્યાસ એ આ એવાર્ડ સ્વીકાર્યો હતો.
દરમિયાન, સુરત મહાનગરપાલિકાએ સુએઝ ટ્રીટમેન્ટથી વોટર રિસાઇકલીંગ અને અને રિયુઝ, જળ સંરક્ષણ, જળ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ અને કાર્યક્ષમ કામગીરી બદલ આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 23, 2024 8:35 એ એમ (AM)