જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને રહ્યું છે.
પાંચમા રાષ્ટ્રીય જળપુરસ્કાર એવાર્ડ વિતરણ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હી ખાતે ગુજરાતને આ કેટગરીમાં એવોર્ડ એનાયત થયો હતો..‘જળ જીવન મિશન’ અંતર્ગત રાજ્યના ૯૦ ટકા ગ્રામીણ ઘરોમાં ૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નળ જોડાણ અને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૦૦ ટકા ઘરોમાં નળ જોડાણ, અમૃત યોજના અંતર્ગત બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે ૧૦૦ ટકા શહેરી વિસ્તારોમાં પાણી ઉપલબ્ધ કરાવવાનો સરકારનો લક્ષ્યાંક છે.
કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી.આર.પાટિલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગના સચિવ પી.સી.વ્યાસે આ એવાર્ડ સ્વીકાર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સુજલામ- સુફલામ જળ અભિયાન હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ૫ હજારથી વધુ જળ સંરક્ષણ અને રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ લાગુ કરવામાં આવ્યાં છે. સાથોસાથ જળ સંરક્ષણના વિવિધ કાર્યક્રમો માટે અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાના અસરકારક પગલાં લેવાયા છે.
Site Admin | ઓક્ટોબર 22, 2024 7:45 પી એમ(PM)