જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ બાબરા તાલુકામાં પાણી પુરવઠા જૂથ યોજનાની કામગીરીની સમીક્ષા કરી. જળસંપત્તિ મંત્રીએ સંબધિત અધિકારીઓને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે બોલતા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં છેવાડાના વિસ્તારો સુધી પીવાનું શુદ્ધ પાણી મળે અને નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, બાબરાના કીડી ગામ નજીક પીવાના પાણી માટે સંપ બનાવવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બાબરા ગૃપ ઓગમેન્ટેશન યોજનામાં સમાવિષ્ટ 38 ગામ, 2 પરા વિસ્તાર, 1 શહેર અંતર્ગત બાબરા અને ચમારડી ખાતે વોટર ટ્રીટમેનટ પ્લાન્ટ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:48 પી એમ(PM)