જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયાએ આજે વીંછિયા તાલુકાના અમરાપરમાં અંદાજે 82 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું.
ગોમા ડેમ આધારિત આ યોજનાથી જસદણ અને વિંછિયા ગામો માટે પાણીની સમસ્યા ઉકેલાશે. આ પ્રસંગે સંબોધન કરતાં પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે, યોજના અંતર્ગત હિંગોળગઢ, વીંછિયા તાલુકાના ગામો અને પિંગળાધાર સહિતના વિસ્તારોમાં વ્યક્તિદીઠ 70 લીટર પાણીના બદલે 100 લીટર પાણી આપવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ ઝોનના આગેવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 5, 2024 7:33 પી એમ(PM)