ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે જળવાયુ પરિવર્તન વૈશ્વિક આપત્તિ તરીકે ઉભરી આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં સમુદાયના પતનમાટે જવાબદાર છે. તેમણે કહ્યું કે આ ફેરફારો ગરીબો, જૈવવિવિધતા અને ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકે છે. ઉપરાષ્ટ્રપતિએ આજે નવીદિલ્હીમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે બાયો-એનર્જી – પાથવે ટુ અ ડેવલપ્ડ ઈન્ડિયા પર ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદના સમાપન સત્રનેસંબોધિત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જળવાયુ પરિવર્તનનો સામનો સાથે મળીનેકરવાની જરૂર છે. શ્રી ધનખડે કહ્યું કે ભારત આ દિશામાં ગંભીરતાથી કામ કરી રહેલા અગ્રણી દેશોમાંનો એક છે.તેમણે જણાવ્યું હતું કે ભારત ઉર્જા સ્ત્રોતોમાંથી સ્થાપિત પાવર ક્ષમતાના 50 ટકા અને 2070સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય ધરાવે છે.
Site Admin | જુલાઇ 19, 2024 8:09 પી એમ(PM) | જગદીપ ધનખડ