જલ શક્તિ અભિયાન – કેચ ધ રેઈનના સંદર્ભમાં ફિલ્ડ વિઝિટ માટે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા નિયુક્ત કેન્દ્રીય નોડલ અધિકારી દિવ પહોંચ્યા છે. ત્રણ દિવસની મુલાકાતે આવેલા નોડલ ઓફિસરે દીવ કલેક્ટર સાથે બેઠક યોજી હતી.. આ બેઠકમાં જળશક્તિ અભિયાન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતો જિલ્લા સત્તાવાળાઓ દ્વારા દર્શાવવામાં આવી હતી.
કેન્દ્રીય નોડલ અધિકારીએ તેમની કેન્દ્રીય ટીમ સાથે દીવના શહેરી વિસ્તારમાં વિવિધ જળ સ્ત્રોતો જેવા કે તળાવો, જળ સંચયના માળખા વગેરેની ફિલ્ડ વિઝિટ અને નિરીક્ષણ કર્યું હતું અને કેન્દ્રીય ટીમે માહિતી આપી હતી.
Site Admin | ઓગસ્ટ 9, 2024 9:49 એ એમ (AM) | જલ શક્તિ અભિયાન