જલ જીવન મિશન હેઠળ સરકારે દેશભરના 77 ટકાથી વધુ ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો આપ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે આ યોજના 2019માં શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 15 કરોડ પરિવારોને નળના પાણીના જોડાણ આપવામાં આવ્યા છે.
શ્રી પાટીલે જણાવ્યું હતું કે, એક અભ્યાસ મુજબ, ઘરોને પૂરા પાડવામાં આવતા સ્વચ્છ અને સુરક્ષિત પીવાના પાણીથી રોગને દૂર કરીને આઠ લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 2:21 પી એમ(PM) | જલ જીવન મિશન