જર્મનીમાં હાઈલૉ ઑપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના આયૂષ શેટ્ટી અને સતીશકુમાર કરૂણા કરણ પુરુષ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે.
સરબ્રુકેનમાં ગઈકાલે આયૂષ શેટ્ટીએ પહેલા રાઉન્ડની મેચમાં ફિનલેન્ડમાં જૉકિમ ઑલ્ડોર્ફને 21-12,21-17થી હરાવ્યા હતા. જ્યારે સતીશ કરૂણા કરણે ભારતના જ ચિરાગ સેનને 22-20, 22-24, 17-21થી હરાવ્યા હતા.
આ પહેલા ભારતના થારૂન મન્નેપલ્લી ઑસ્ટ્રિયાના કૉલિન્સ વેલેન્ટાઈન ફિલિમૉન સામે 19-21, 19-21થી હારી ગયા હતા. જ્યારે મહિલા સિંગલ્સમાં ભારતનાં કેયૂરા મોપતિ ડેન્માર્કના અન્ના સીસ રાયબર્ગથી 8-21, 12-21થી હારી ગયાં હતાં.
Site Admin | ઓક્ટોબર 31, 2024 9:58 એ એમ (AM)