જર્મનીના મેગડેબર્ગ શહેરમાં ક્રિસમસ બજારમા કાર ઘૂસી જતાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 68 ઘાયલ થયા. પ્રાદેશિક સરકારના પ્રવક્તાએ આ ઘટનાને હુમલો ગણાવ્યો હતો. જર્મન પબ્લિક બ્રોડકાસ્ટર MDR અનુસાર કારના શંકાસ્પદ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
સત્તાવાળાઓએ જણાવ્યું કે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તથા ક્રિસમસ બજાર બંધ કરાયું છે. પોલીસે જણાવ્યું કે તેઓ ઘટના સ્થળે મોટાપાયે ઓપરેશન ચલાવી રહ્યા છે. મેગ્ડેબર્ગ યુનિવર્સિટી હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘણા ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે મૃતકો. ઘાયલો અને તેમના પરિવારજનો પ્રતે સંવેદના વ્યક્ત કરી છે.
Site Admin | ડિસેમ્બર 21, 2024 9:39 એ એમ (AM)