જયપુરની વિશેષ અદાલતે 17 વર્ષ પહેલાં જયપુરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોનાકેસમાં ચાર આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ખાસ અદાલતના ન્યાયાધીશ રમેશકુમાર જોશીએ આજે સજા સંભળાવી છે. 4 એપ્રિલના રોજ, કોર્ટે સૈફુરરહમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી અને શાહબાઝ અહેમદને દોષિત ઠેરવ્યાહતા. 600 પાનાનાચુકાદામાં નોંધ્યું છે કે આવા ગુનેગારો પ્રત્યે કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવી શકાયનહીં. 13 મે, 2008 ના રોજજયપુર શહેરમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં 71 લોકો માર્યા ગયા હતા અને 185 અન્યઘાયલ થયા હતા. ચાંદપોલ બજારમાં નવમો બોમ્બ મળી આવ્યો હતો અને તે ફૂટે તે પહેલાં જતેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.
Site Admin | એપ્રિલ 8, 2025 7:47 પી એમ(PM)
જયપુરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટ કેસમાં ચાર આતંકવાદીઓને આજીવન કેદની સજા
