જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધામાં અમદાવાદની રિયા સિંઘા વિજેતા બની છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રિયાને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો. રિયા હવે મેક્સિકોમાં યોજાનાર મિસ યુનિવર્સ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રિયાએ 51 હરીફોને હરાવીને તાજ જીત્યો છે. 19 વર્ષીય રિયા પર્ફોમિંગ આર્ટ્સનો અભ્યાસ કરી રહી છે અને મોડેલ, ફેશન ડિઝાઇનર તથા અભિનેત્રી છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 11:22 એ એમ (AM) | મિસ યુનિવર્સ ઇન્ડિયા