ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 2:15 પી એમ(PM)

printer

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈકાલે રાજૌરી જિલ્લામાં એક ભૂગર્ભ જગ્યા શોધી કાઢી

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈકાલે રાજૌરી જિલ્લામાં એક ભૂગર્ભ જગ્યા શોધી કાઢી છે, જેનો આતંકવાદીઓ ઉપયોગ કરી રહ્યા હતા. અંતરિયાળ દરહાલ જિલ્લાના સાગરવત જંગલમાં પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત દળો દ્વારા ઘેરાબંધી અને તપાસ દરમિયાન આ જગ્યા મળી આવી હતી.
જોકે સુરક્ષાબળોએ હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. આશંકા છે કે સ્થળનો ઉપયોગ કરનારા આતંકવાદીઓ પહેલા જ ભાગવામાં સફળ રહ્યા હતા. આ તરફ બસંતગઢમાં સોમવારે આતંકવાદીઓએ સીઆરપીએફ જવાનો પર ગોળીબાર કરતા એક અર્ધસૈનિક દળના અધિકારી શહીદ થતા તપાસ અભિયાન તેજ બનાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ