જમ્મૂ કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલાની આશંકાને પગલે સુરક્ષા
વ્યવસ્થા કડક બનાવાઈ છે. ડોડા, રામબન અને ઉધમપુર જિલ્લાઓને જોડતા
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
આકાશવાણી જમ્મૂના અમારા સંવાદદાતા જણાવે છે કે આ વિસ્તારોમાં AI
આધારિત ઓળખ વ્યવસ્થા, ડ્રોન અને સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે.
પટનીટોપના પર્વતીય વિસ્તારોમાં એન્કાઉન્ટર બાદ, ઉધમપુર અને રિયાસી જિલ્લામાં
તેમજ પટનીટોપ અને સનાસરના રિસોર્ટમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
છે.
પોલીસ અને સુરક્ષા દળો દ્વારા ડોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જમ્મૂ-શ્રીનગર
રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને અન્ય જોડતા રસ્તાઓ પર અગમ્ય ઘટનાઓને નિષ્ફળ
બનાવવા નવી ચોકીઓ ઉભી કરાઈ છે. ઉપરાંત ઉધમપુર, ચેનાની, અસાર, બટોટે,
ડોડા, કિશ્તવાડ, રામબન, બનિહાલ, રામસુ સહિતના અન્ય સ્થળોએ પણ સુરક્ષા
વધારવામાં આવી છે.