જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનુંમતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 65.48 ટકા મતદાન નોંધાયું છે. આકાશવાણી જમ્મૂના અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રીજા તબક્કામાં 40 બેઠકોના 5 હજાર 60 મતદાન કેન્દ્રો ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું. જમ્મૂમાં જે જિલ્લાઓમાં મતદાન થયું તેમાં જમ્મૂ,કઠુઆ, સાંબા, ઉધમપુર સામેલ છે, જ્યારે કાશ્મીરમાં કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરાઅને કાશ્મીર ખીણ વિસ્તારમાં મતદાન થયું હતું. કુલ 415 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલથયા. 8 ઑક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે.
Site Admin | ઓક્ટોબર 1, 2024 7:23 પી એમ(PM)
જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સરેરાશ 65.48 ટકા મતદાન નોંધાયું
