જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. આ તબક્કામાં છ જિલ્લાની 26 બેઠકો પર આ મહિનાની 25મી તારીખે મતદાન થશે.
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેંઢરમાં ચૂંટણી સભાનું સંબોધન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે અમારી સરકાર કાશ્મીર આતંકવાદીઓને ખાત્મો કરવા તેમજ પારિવારિક રાજકારણને ખતમ કરવા પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે તેમણે કાશ્મીરના પ્રાદેશિક પક્ષો સામે પ્રહાર કર્યા હતા.
આવતીકાલે, શ્રી શાહ ઉધમપુર પૂર્વ મતવિસ્તારના નૌશેરા અને મજલતા ખાતે રેલીઓને સંબોધિત કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવતીકાલે જમ્મુમાં રોડ શૉ કરશે અને બે જાહેરસભાઓને સંબોધશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે અને આ મહિનાની 25મીએ શ્રેણીબદ્ધ જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે પૂંચ અને શ્રીનગરમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. તો નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લા સોમવારે ઝૈનાકોટ ખાતે રેલી કરે તેવી શક્યતા છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:28 પી એમ(PM)
જમ્મૂ કાશ્મીરમાં બીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું
