જમ્મૂ કાશ્મીરમાં પહેલી ઑક્ટોબરના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે. જેમાં જમ્મૂ જિલ્લાની 11 વિધાનસભા બેઠકો માટે 12 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સરળ અને પારદર્શક મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી પંચે 1 હજાર 492 મતદાન કેન્દ્રો ઉભા કર્યા છે, જેમાંથી 609 શહેરી તેમજ 885 ગ્રામીણ વિસ્તારમાં ઉભા કરાયા છે.
મતદારોની સહભાગિતાને પ્રોત્સાહિત કરવા દિવ્યાંગો માટે ખાસ મતદાન કેન્દ્રો, મહિલાઓ માટે અલગથી, ઉપરાંત હરિયાળા મતદાન કેન્દ્રો સહિતના વિવિધ મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે. આ તબક્કામાં અંદાજે 48 હજાર મતદાતાઓ પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 7:30 પી એમ(PM) | જમ્મૂ કાશ્મીર