જમ્મૂ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ આજે શ્રીનગરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે અધિકારીઓ, ભાજપના અન્ય નેતાઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ પ્રસંગે સંબોધન કરતા ઉપ-રાજ્યપાલેજણાવ્યું કે જમ્મૂ કાશ્મીરમાં હર ઘર તિરંગા અભિયાન જન આંદોલન તરીકે ઉભરી રહ્યું છે.ઉપરાજ્યપાલે જમ્મુ-કાશ્મીરના શહીદો અને બહાદુરોને સમર્પિતએક લઘુ પુસ્તકનું અનાવરણ કર્યું તેમજ આ પ્રસંગે તિરંગા હસ્તાક્ષર ઝુંબેશનો પ્રારંભ પણ કરાવ્યો.
Site Admin | ઓગસ્ટ 12, 2024 8:06 પી એમ(PM) | મનોજ સિન્હા