જમ્મૂ કાશ્મીરમાં આજે બપોરે આકશવાણી શ્રીનગરની ઑફિસ બહાર થયેલા ગ્રેનેડ વિસ્ફોટમાં છ નાગરિકોને ઇજા થવા પામી છે. રવિવાર બજારમાં આ વિસ્ફોટ થયો હતો.
અહેવાલ અનુસાર શંકાસ્પદ આતંકવાદીઓએ ટીઆરસી કૉંસિંગ પર સુરક્ષા દળોના વાહન પર ગ્રેનેડ ફેંક્યો હતો, જે લક્ષ્ય ચૂકી જતા રસ્તા પર વિસ્ફોટ થયો હતો. રવિવારે મોટી સંખ્યામાં લોકો શિયાળાની ખરીદી કરવા માટે બજારમાં એકઠા થાય છે, જેને કારણે બજારમાં ભીડ રહે છે. દરમિયાન પોલીસે આ વિસ્તારની ઘેરાબંધી કરીને હુમલાખોરોને પકડવા માટે તપાસ શરૂ કરી હતી.
Site Admin | નવેમ્બર 3, 2024 7:57 પી એમ(PM)
જમ્મૂ કાશ્મીરમાં આજે બપોરે આકશવાણી શ્રીનગરની ઑફિસ બહાર થયેલા ગ્રેનેડ વિસ્ફોટમાં છ નાગરિકોને ઇજા થવા પામી છે.
