જમ્મૂ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, જ્યારે ચાર આતંકવાદીઓ ઠાર મરાયા છે. અમારા આકાશવાણી સંવાદદાતાએ જણાવ્યું કે, આ અથડામણમાં એક નાગરિકને પણ ઇજા થવા પામી હતી.
સુરક્ષા દળોને ડોડા જિલ્લામાં શિવગઢ-અસ્સાર વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓના છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધરાયું હતું. આ દરમિયાન ત્યાં છૂપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. બંને તરફથી ફાયરિંગ કરાયું હતું, જેમાં સેના કેપ્ટન દિપકસિંહને ગંભીર ઈજા થવા પામી હતી, જેમને સૈન્ય હૉસ્પિટલમાં દાખલ કરાતા સરવાર દરમિયાન મોત થયુ હતું.
વધુ કેટલાક આતંકવાદી છુપાયેલા હોવાની આશંકાને આધારે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 8:27 પી એમ(PM)