જમ્મુ-કાશ્મીર સરકારે નાર્કો-આતંકવાદ સાથેસંકળાયેલા હોવાના આરોપમાં છ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અધિકારીઓએ શનિવારેઆ જાણકારી આપી.એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાંચ પોલીસકર્મીઓ અને એક શિક્ષકને ડ્રગના વેચાણદ્વારા ટેરર ફંડિંગ માં સામેલ થવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું કે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની આગેવાની હેઠળનાવહીવટીતંત્રે આ કર્મચારીઓને બરતરફ કરવા માટે ભારતીય બંધારણની કલમ 311 (2) (સી) નો ઉપયોગ કર્યો છે.તેમણે કહ્યું કે તેમની તપાસમાં જાણવા મળ્યુંછે કે, તેઓ પાકિસ્તાનની આઈએસઆઈ દ્વારા ચલાવવામાં આવતાઆતંકવાદી સંગઠનોના નાર્કો-ટેરરિઝમ નેટવર્ક સાથે સાંઠગાંઠ ધરાવતા હતા.
Site Admin | ઓગસ્ટ 3, 2024 7:56 પી એમ(PM)