જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કા માટે આજે સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 28.12 ટકા મતદાન નોંધાયું છે. આમાંથી સૌથી વધુ 33.84 ટકા મતદાન ઉધમપુર જિલ્લામાં નોંધાયાના અહેવાલ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે, સાત જિલ્લાની 40 બેઠકના 5 હજાર 60 મતદાન કેન્દ્ર પર સવારથી જ કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.
જમ્મુ ક્ષેત્રના જમ્મુ, કઠુઆ, સામ્બાતથા કાશ્મીર ખીણના કુપવાડા, બારામૂલા અને બાંદીપુરા જિલ્લામાં આજે મતદાન છે. ચૂંટણી પંચે પણ પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે તમામ મતદાન કેન્દ્ર પર વેબકાસ્ટિંગ, પીવાના પાણી, વીજળી, શૌચાલય,દિવ્યાંગજનો માટે રેમ્પ, વ્હીલચેર, ફર્નિચર અને શેડની સુવિધા કરી છે. હવે આગામી આઠ ઑક્ટોબરે મત ગણતરી કરાશે.
Site Admin | ઓક્ટોબર 1, 2024 3:42 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 28.12 ટકા મતદાન નોંધાયું
