જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે. પહેલી ઓક્ટોબરે 40 બેઠકો માટે મતદાન યોજાશે. આકાશવાણીના જમ્મુના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે જાહેર સભાઓ, રોડ-શો યોજી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે જમ્મુમાં મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે જાહેર સભાને સંબોધશે.
જયારે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ચંબા સેક્ટરના રામગઢ અને ખોઉર વિસ્તારમાં બે જાહેર સભા સંબોધશે. પક્ષનાં નેતા પ્રિયંકા ગાંધી પણ આવતીકાલે જાહેર સભાઓ સંબોધશે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા આજે કઠુઆમાં ચૂંટણી સભાને સંબોધશે જમ્મુ ડિવિઝનની 24 અને કાશ્મીર ડિવિઝનની 16 બેઠકો માટે મતદાન થવાનું હોવાથી અંતિમ તબક્કો મહત્વનો છે.
દરમિયાન હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પણ પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે હરિયાણામાં રેવાડી, મુલાના અને લાડવા ખાતે ચૂંટણી સભાને સંબોધશે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 2:24 પી એમ(PM) | જમ્મુ કાશ્મીર