ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 26, 2024 2:24 પી એમ(PM) | જમ્મુ કાશ્મીર

printer

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર શરૂ થઈ ગયો છે

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ આજે જમ્મુ પહોંચી રહ્યા છે. તેઓ જમ્મુના કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં ચાર જાહેરસભાઓ સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પક્ષનાં પ્રચાર અભિયાનને વેગ આપવા માટે 28મીએ જમ્મુ આવશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે જમ્મુમાં લોકો સાથે વાતચીત કરી અને કોંગ્રેસ માટે મત માંગ્યા હતા. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને ભૂતુપુર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પણ ગઈકાલે જમ્મુમાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં રોડ શોકર્યો. અંતિમ તબક્કામાં 1 ઓક્ટોબરે 40 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં જમ્મુની 24ને કાશ્મીરની 16 બેઠકો માટે મતદાન થશે.
દરમિયાન, હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાનમાં વેગ આવ્યો છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી આજે કરનાલ જિલ્લાનાં અસંઘ વિધાનસભા મતવિસ્તારમાં જાહેર સભા સંબોધીને ચૂંટણી પ્રચાર શરૂ કરશે. બાદમાં શ્રી ગાંધી હિસાર જિલ્લાના બરવાળામાં એક અન્ય જાહેરસભાને પણ સંબોધશે. હરિયાણા વિધાનસભા માટે 5 ઓક્ટોબરે મતદાન યોજાશે. મત ગણતરી 8 ઓક્ટોબરે થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ