જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની અને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પણ પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે રામબન અને બનિહાલમાં જાહેર સભાઓ સંબોધશે.
અત્યાર સુધી બે રાષ્ટ્રીય નેતાઓએ રાજ્યમાં પ્રચાર કર્યો છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.
આગામી સપ્તાહોમાં વધુ કેટલાંક રાષ્ટ્રીય નેતાઓ રાજ્યમાં પ્રચાર કરવા આવશે. 18મી સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે ત્યારે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ, નિતીન ગડકરી, મનોહરલાલ ખટ્ટર, જી કિશન રેડ્ડી પણ પ્રચાર કરવા આવે તેવી સંભાવના છે. 25 સપ્ટેમ્બરે બીજા અને 1 ઓક્ટોબરે ત્રીજા તબક્કામાં મતદાન થશે. 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 2:00 પી એમ(PM)