ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 19, 2024 2:05 પી એમ(PM)

printer

જમ્મુ કાશ્મીર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે.

જમ્મુ કાશ્મીર વિધાનસભાની આગામી 18 સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય
ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે.  
આ તબક્કામાં અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાર અને
ડોડા જિલ્લામાં મતદાન થશે. ઉમેદવારો 27 મી ઑગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી
શક્શે.  બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. જ્યારે 30મી  ઓગસ્ટ  સુધી
ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે.  

દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટેની
અંતિમ મતદાર યાદી આવતીકાલે જાહેર કરાય  તેવી શક્યતા છે, જેમાં મતદારોની
સંખ્યા  લગભગ 90 લાખ જેટલી હોવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ