જમ્મુ કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં સંડોવાયેલા જૈશ-એ-મોહમ્મદના બે સુત્રધારોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બે આતંકવાદી સુત્રધારોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ આતંકવાદીઓને વ્યૂહાત્મક અને અન્ય સહાય પૂરી પાડવામાં સંડોવાયેલા વધુ લોકો વિશે માહિતી આપે તેવી શક્યતા છે.ગત 10 જુલાઈએ કઠુઆથી 150 કિલોમીટર દૂર બદનોટા ગામમાં આતંકવાદીઓએ લશ્કરના વાહન પર કરેલ હુમલામાં એક સ્થાનિક પોલીસકર્મી સહિત ચાર સૈનિકો અનેપાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.દરમિયાન લશ્કરને જમ્મુ વિભાગના રાજૌરી, પૂંચ, ડોડા, કઠુઆ, રિયાસી અને ઉધમપુર સહિતના પહાડી જિલ્લાઓમાં 40 વિદેશી આતંકવાદીઓ હોવાની માહિતી મળી છે.અહી આતંકવાદને ખતમ કરવા માટે લશ્કરે ટોચના પેરા કમાન્ડો અને જંગલ યુદ્ધમાં પ્રશિક્ષિત સૈનિકો સહિત 4 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે.
Site Admin | જુલાઇ 25, 2024 2:27 પી એમ(PM) | જમ્મુ કાશ્મીર