જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. બપોર સુધીમાં પરિણામ મળી જશે. પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે. ચૂંટણી પંચે મતગણતરી સુચારુ રીતે થાય તેમાટે ઝીણવટભરી વ્યવસ્થા કરી છે.
કમિશનની વેબસાઇટ www.eci.gov.in.પર વલણો અને પરિણામો આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. જમ્મુ-કાશ્મીરમાં 873 ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે નિર્ણય થશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં 28 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. હરિયાણામાં મત ગણતરી માટે 22 જિલ્લામાં 90 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું.
Site Admin | ઓક્ટોબર 8, 2024 8:57 એ એમ (AM) | ચૂંટણી