જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો અંગે ભારતીય જનતા પાર્ટીમાં મંથન અને બેઠકોનો દોર ચાલુ છે. રવિવારે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીયઅધ્યક્ષ જેપી નડ્ડાનાં વડપણ હેઠળ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષનીકેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.આ બેઠકમાં જમ્મુકાશ્મીરનાં લગભગ 24 ઉમેદવારોનાં નામ પર અંતિમ મહોર લગાવવામાં આવે તેવી સંભાવના છે.બેઠકમાં હરિયાણાનાં ઉમેદવારોનાં નામની પણ ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાંચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં 18 સપ્ટમ્બરે 24 બેઠકોપર મતદાન યોજાશે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:55 પી એમ(PM)
જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો અંગે ભારતીય જનતા પાર્ટીમાં મંથન અને બેઠકોનો દોર ચાલુ છે
