ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2024 2:16 પી એમ(PM)

printer

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે. કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓનાં 26 વિધાનસભા મતવિસ્તારો માટે બીજા તબક્કામાં બુધવારે મતદાન થશે. જેમાં જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ તથા કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામ જિલ્લાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે અને 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ દરમિયાન, રાજકીય પક્ષોએ બીજા અને ત્રીજા તબક્કા માટે પ્રચારને તેજ બનાવ્યો છે. ત્યારે આજે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પૂંચ અને શ્રીનગરમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.
કોંગ્રેસ-NC ગઠબંધનના ઉમેદવાર અને AICC સચિવ શાહનવાઝ ચૌધરીના સમર્થનમાં સરહદી જિલ્લા પૂંચના સુરનકોટ શહેરમાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરી. ત્યારબાદ તેઓ બપોરે JKPCC પ્રમુખ અને જોડાણના ઉમેદવાર, તારિક હમીદ કારાના સમર્થનમાં શ્રીનગરના સેન્ટ્રલ શેલતાંગ વિધાનસભા મતવિસ્તારમાં ઝૈનાકોટ ખાતે ચૂંટણી રેલીને સંબોધશે. ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે યોજાશે. 8 ઓક્ટોબરે મત ગણતરી થશે.
દરમિયાન હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ટોહાના અને જગાધરી ખાતે જાહેરસભાઓ સંબોધશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ