જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે. પાંચ જિલ્લાની 26 વિધાનસભા બેઠક પર બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે મતદાન થશે.
આ જિલ્લાઓમાં જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ અને કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 9:39 એ એમ (AM) | વિધાનસભા ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે
