જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર વેગીલો થયો છે. આ તબક્કામાં છ જિલ્લાઓની 26 બેઠકો પર આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે, જે આતંકવાદમાંથી શાંતિ તરફ આગળ વધી રહ્યું છે., તેમણે કહ્યું કે J&Kના યુવાનો હવે પત્થરોને બદલે તેમના હાથમાં લેપટોપ ધરાવે છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 7:40 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર વેગીલો થયો
