ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે. આવતીકાલે આ તબક્કામાં 7 જિલ્લાઓની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ જિલ્લાઓમાં અનંતનાગ, પુલવામા, શોપિયાં, કુલગામ, ડોડા, રામબન અને કિશ્તવાડ સામેલ છે.
પ્રથમ તબક્કાના 16 મતવિસ્તાર કાશ્મીરમાં છે, જ્યારે આઠ જમ્મુમાં છે. પ્રથમ તબક્કામાં 5.66 લાખ યુવાનો સહિત 23.27 લાખથી વધુ મતદારો 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ચૂંટણી પંચે 24 વિધાનસભા મતવિસ્તારોમાં 3 હજાર 276 મતદાન મથકો સ્થાપિત કર્યા છે, જેથી કરીને સરળ અને પારદર્શક મતદાન થઈ શકે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ