જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં કાશ્મીર વિભાગની 16 અને જમ્મુની 8 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 5 લાખ 66 હજાર યુવાનો સહિત 23 લાખ 27 હજારથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે
જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પી.કે. પોલે મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ચૂંટણી પંચની વિવિધ ટેકનિકલ સુવિધાઓનો લાભ લેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે સમગ્ર દેશમાં સરળ અને સુવિધાજનક મતદાન સુનિશ્ચિત કરવા માટે CVIGIL, તમારા ઉમેદવારને જાણો, સુવિધા, મતદાર હેલ્પલાઇન એપ જેવી અનેક મોબાઈલ એપ લોન્ચ કરી છે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 3:03 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે
