ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 20, 2024 9:19 એ એમ (AM) | #aakahvani #aakashvaninews

printer

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ બહાર પડશે

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામુ બહાર પડશે. આ તબક્કામાં અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાર અને ડોડા જિલ્લા સહિત 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 ઑગસ્ટ છે. ઉમેદવારીપત્રોની ચકાસણી બીજા દિવસે એટલે કે 28 ઑગસ્ટના રોજ થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 ઑગસ્ટ છે અને જ્યારે 18મી સપ્ટેમ્બરે મતદાન થશે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેની અંતિમ મતદાર યાદી આજે જાહેર કરાય તેવી શક્યતા છે. જેમાં મતદારોની સંખ્યા અંદાજે 90 લાખ હોવાની ધારણા છે. સીમાંકનની કવાયત અને વિધાનસભા બેઠકોની સંખ્યા 83થી વધીને 90 થવાને કારણે અનેક વિધાનસભા મતવિસ્તારોની સરહદો બદલવામાં આવી છે, જેને જોતા આ વખતે મતદાર યાદી અને મતદારોની વિગતોનું વિશેષ મહત્વ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ