જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લાં તબક્કાના મતદાન માટે સલામતી સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદેશમાં આવતીકાલે સાત જિલ્લાની ચાલીસ વિધાનસભા બેઠક પર મતદાન થશે. આમાંથી 16 બેઠક કાશ્મીર અને 24 બેઠક જમ્મુ વિભાગમાં છે. વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન ગઈકાલે પૂર્ણ થયું હતું.
હવે આવતીકાલે 39 લાખ 18 હજારથી વધુ મતદારો 415 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. પ્રદેશમાં પહેલા તબક્કામાં સરેરાશ 61 ટકાથી વધુ અને બીજા તબક્કામાં 56 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. આગામી આઠ ઑક્ટોબરે હરિયાણાની સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની પણ મતગણતરી થશે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 3:38 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લાં તબક્કાના મતદાન માટે સલામતી સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી
