જમ્મુ કાશ્મીર અને લદાખમાં શીતલહેર યથાવત છે. હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક જમ્મુ ડિવિઝનના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને પર્વતિય વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરી છે. આજે શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 3.6 ડિગ્રી, ગુલમર્ગમાં માઇનસ 6.5 અને પહેલગાંવમાં માઇનસ 7.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જમ્મુ શહેરમાં 7.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
લદાખમાં તાપમાન અત્યંત નીચું નોંધાયું છે. ઝોઝીલામાં માઇનસ 31 ડિગ્રી, દ્રાસમાં માઇનસ 24.8 ડિગ્રી, કારગિલમાં માઇનસ 14.6 ડિગ્રી અને લેહમાં માઇનસ 13.3 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું છે. કારગિલ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો વાહનવ્યવહાર સોમવાર સુધી બંધ રહેશે.
દરમિયાન, દિલ્હી-એનસીઆરમાં આજે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગે આજે અને આવતી કાલે વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરી છે. છેલ્લાં 24 કલાકમાં શહેરમાં તાપમાન નોંધપાત્ર ઘટીને એક ડિગ્રીએ પહોંચી ગયું હતું.
Site Admin | જાન્યુઆરી 11, 2025 2:43 પી એમ(PM)