ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 8:57 એ એમ (AM) | જમ્મુ કાશ્મીર

printer

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે દક્ષિણ કાશ્મીર અને કુલગામ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં એક પૂર્વ સૈનિકનું મોત નીપજ્યું.

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે દક્ષિણ કાશ્મીર અને કુલગામ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં એક પૂર્વ સૈનિકનું મોત નીપજ્યું છે.સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે,આતંકવાદીઓએ કુલગામના બેહીબાગ વિસ્તારમાં પૂર્વ સૈનિક અને તેમનાં પત્ની અને પુત્રી પર હુમલો કર્યો હતો.ત્યારબાદ ત્રણેયને ઈજાગ્રસ્ત હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પૂર્વ સૈનિકનું મોત નીપજ્યું હતું.
હુમલામાં ઈજાગ્રસ્ત તેમનાં પત્ની અને પુત્રીની હાલત પણ સ્થિર હોવાનું જણાયુ છે. હુમલાખોરોને પકડવા સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. જ્યારે ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હુમલાની ટીકા કરી છે.જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ પૂર્વ સૈનિક મંજૂર અહમદ વાગેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.તેમજ તેમના પરિવાર પર થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી હતી. ઉપરાંત તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ