જમ્મુ કાશ્મીરમાં કઠુઆ પોલીસે આજે ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે જેઓ જિલ્લાના કેટલાક ભાગોમાં જોવા મળ્યા હોવાનું કહેવાય છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે દરેક આતંકવાદી પર પાંચ લાખ રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કરાયું છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની વિશ્વસનીય માહિતી ધરાવનારને પણ યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે અને બાતમીદારોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 8મી જુલાઈએ કઠુઆના બદનોટા વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં સેનાના ચાર જવાનો શહીદ થયા હતા અને અન્ય છ ઘાયલ થયા હતા. આ ઉપરાંત,જમ્મુ ક્ષેત્રના ભાગોમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે, જેમાં ઘણા સુરક્ષા કર્મચારીઓના મોત અને ઘાયલ થયા છે. જમ્મુના ભાગોમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો નોંધાયો હોવાથી, જમ્મુ કાશ્મીર પોલીસ, લશ્કર , CRPF અને અન્ય એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવીછે અને તપાસ અભિયાન વધુ તીવ્ર કરવામાંઆવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 10, 2024 2:15 પી એમ(PM)