જમ્મુ કાશ્મીરમાં આજે પંચી હેલિપેડ પાસે માતા વૈષ્ણોદેવી મંદિર જતા માર્ગમાં ભુસ્ખલનમાં બે મહિલા યાત્રીનાં મૃત્યુ થયા અને એક કિશોરીને ગંભીર ઇજા થઈ હતી. મોટો પથ્થર માર્ગ પર પડતાં એક યાત્રીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને બે ને ગંભીર ઇજા થઈ હતી, જેમાંથી એકનું બાદમાં મૃત્યુ થયું હતું. ભુસ્ખલન અને પથ્થરો ગબડવાથી મંદિરનાં માર્ગમાં અવરોધ આવ્યો છે.શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની આપત્તિ વ્યવસ્થાપન ટૂકડી ઘટના સ્થળે પહોંચીગઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 7:54 પી એમ(PM) | જમ્મુ કાશ્મીર
જમ્મુ કાશ્મીરમાં આજે પંચી હેલિપેડ પાસે માતા વૈષ્ણોદેવી મંદિર જતા માર્ગમાં ભુસ્ખલનમાં બે મહિલા યાત્રીનાં મૃત્યુ થયા હતાં
